Refunds & Cancellation
ગ્રાહક ઓર્ડર બુક કરે ત્યારબાદ, જ્યાં સુધી અમારા તરફથી કુરિયર ડિસ્પેચ (રવાના) ન થયું હોય ત્યાં સુધી જ ઓર્ડર કેન્સલ થઈ શકશે. એકવાર પાર્સલ કુરિયરમાં નીકળી ગયા પછી ઓર્ડર કેન્સલ કરવાની સુવિધા ઉપલબ્ધ નથી.
રિટર્ન અને રિપ્લેસમેન્ટ (બદલી આપવાના) નિયમો:
રિટર્ન સમયમર્યાદા: પ્રોડક્ટ ડિલિવર થયાના ૩ દિવસની અંદર જ રિટર્ન માટે જાણ કરવાની રહેશે. ૩ દિવસ પછી કોઈપણ રિટર્ન સ્વીકારવામાં આવશે નહીં.
ક્યારે રિટર્ન મળશે: ફક્ત તૂટેલી (Damaged), ભાંગેલી અથવા તમે ઓર્ડર કરી હોય તેનાથી અલગ (Wrong/Changed) પ્રોડક્ટ આવી હોય તો જ બદલી (Exchange/Return) આપવામાં આવશે.
અનબોક્સિંગ વિડીયો ફરજિયાત: પાર્સલ ગ્રાહક પાસે પહોંચે ત્યારે પાર્સલ ખોલતા (Unboxing) પહેલાથી લઈને પૂરેપૂરું ખોલવા સુધીનો સળંગ લાઈવ વિડીયો (Uncut Video) બનાવવો ફરજિયાત છે. પાર્સલ ખોલી નાખ્યા પછી બનાવેલો કે અધૂરો વિડીયો માન્ય ગણાશે નહીં અને તેના વગર રિટર્ન સ્વીકારવામાં આવશે નહીં.
કલર અને ડિઝાઇન: ફોટોગ્રાફી અને સ્ક્રીન લાઈટના કારણે પ્રોડક્ટના કલરમાં સામાન્ય ફેરફાર હોઈ શકે છે, જે સ્વાભાવિક છે અને તેના માટે રિટર્ન મળવાપાત્ર નથી.
મદદ માટે સંપર્ક કરો: 9429684561